Tuesday, 6 September 2011

અમે માલધારી અમને ગમતી આ ગાયો

અમે માલધારી અમને ગમતી આ ગાયો
માલધારીની માત બની ફરતી આ ગાયો 

લીલુંડા વગડાના ધન ચરતી આ ગાયો
નદી કેરાં વહેણ બની સરતી આ ગાયો 

કાનુડાના સંગ સ્નેહ રાસ રમતી આ ગાયો
મીઠડાં ગોવાળના ગીત બનતી આ ગાયો 

અમ જનેતા સમી પાલન કરતી આ ગાયો
દેવી જેવી પૂજ્ય પાવન ધરતી આ ગાયો


અમે માલધારી અમને ગમતી આ ગાયો
માલધારીની માત બની ફરતી આ ગાયો 



જય ગોપાલ શ્રીકૃષ્ણ ની પૂજનીય આ ગાયો

મા કામધેનુ માલધારીની વંદનીય આ ગાયો




2 comments: