Saturday, 18 June 2011

અમ માલધારી

હોય ભલે તાપ આકરાં કે જળ ,છાંય સુદ્ધા ન હોય
અમ માલધારી ને મન ઘર કે મલક જુદા ન હોય

સાથ ન હોય સમય ભલે દુર સમાજ સદા ન હોય
પશુપ્રેમ તણા પાગલપનના શિકાર બધા ન હોય
 
હોય કદાચ વરસ ખરાબ કે જીંદગીમાં મજા ન હોય
આશ સમાજની મહેમાનગતીના મોહ બીજા ન હોય

ફરતાં કુદરતના ખોળે તોય શું શમણાં સાચા ન હોય
હોય કાચા મારગ ને મકાન તોય મન કાચા ન હોય

વાટ વગડા કેરી હાલ્યા પછી શું ઘર ને શું ખેતર ?
અમ માલધારી ને મન ઘર કે મલક જુદા ન હોય

No comments:

Post a Comment