Saturday, 18 June 2011

એ સાચો માલધારી છે, આખર તો એ રબારી છે.

એ સાચો માલધારી છે,
આખર તો એ રબારી છે.

ખુશબો દઈ આ ફૂલોએ,
ખૂબ હવા શણગારી છે.

વિરહી પળમાં સધિયારો,
આ એકતા અમારી છે .

ઘરની શોભાને વૈભવ,
બાળકની કિલકારી છે.

છોડી દીધા ઘર તો ય ?
આખી દુનિયા અમારી છે.

એ સાચો માલધારી છે,
આખર તો એ રબારી છે.

1 comment: