Saturday, 18 June 2011

રબારણ !

મનગમતી વાટ ધરતી ને સાથ ભમતી રબારણ !
ધણ છૂટ્યાને છૂટ્યા સાથ, એ યાદ કરતી રબારણ !

કંથ વિરહની વેદનામાં પળપળ ઝુરતી રબારણ !
માલધારી કેરા મારગડે વાટલડી જોતી રબારણ !

માલધારીની યાદમાં રાત ભર રડતી રબારણ !
સોનેરી પરોઢિયે ઝાકળ બની સરતી રબારણ !

શમણાંતણા આકાશે વાદળ બની ફરતી રબારણ !
વિરહભરી નમણી આંખે આંજણ કરતી રબારણ !

ખુદને ન સંભળાય વેદનાની વાત કરતી રબારણ !
રાજ રબારીની પ્રીત કેરાં પાણીડાં ભરતી રબારણ !

2 comments: