ના હોય સાથ સમયનો પણ, સમાજનો અમને સાથ છે
અમ વાલી વિહોતર તણી સહાયનો, ધણી વાળીનાથ છે
ઉંચા નીચના ભેદ ન જાણે સંપ આ રબારી સમુદાયનો
મહેમાન બને ભગવાન અમારો, એવો સ્નેહ સંગાથ છે
મલક અમારા હોય જુદા ભલે પણ એક અમારી વાટ છે
છે દાનેશ્વરી જીવ અમારો ને રાજા જેવો રજવાડી ઠાઠ છે
રૂડો અવતાર મળ્યો માલધારીનો માથે ગોગાનો હાથ છે
જીંદગીની વસમી વેળાએ બાબા રામદેવપીરનો સાથ છે
મોટો માલધારી સમાજ વડવાળા દેવ સમાજની શાન છે
એકતા અને શકિતનું દ્રારકાધીશ તણું અમને વરદાન છે
No comments:
Post a Comment